વેરિઅન્ટ સામે રસીની અસરકારકતા અંગેના યુકેના પ્રથમ ડેટા અનુસાર, જે લોકોએ કોરોનાવાઇરસ સામે લડત આપતી બૂસ્ટર રસી લીધી છે તેઓ નવા ઓમિક્રોન વાઇરસ સામે સારી રીતે સુરક્ષિત રહે છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે ‘’રસીના બે ડોઝ ઓમિક્રોનના ચેપને રોકવા માટે બહુ ઓછી મદદ કરે છે અને ઓમિક્રોન ક્રિસમસ પહેલા બ્રિટનમાં કોવિડના મોટાભાગના કેસોમાં ઉછાળો લાવે તેવી શક્યતા છે.’’
ફાઇઝર-બાયોએનટેક રસીના નિર્માતા ઉગુર સાહિન અને ઓઝલેમ તુરેસીએ ધ ટાઇમ્સ ટુડેમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘’ઓમિક્રોન વિશે ચિંતાઓ હોવા છતાં, જેબ્સના રક્ષણના પરિણામે કોવિડ હવે એટલો ડરામણો રહ્યો નથી.’’
દક્ષિણ આફ્રિકાના ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા હોસ્પિટલના દર્દીઓને અગાઉ કરતાં ગંભીર રોગ થવાની શક્યતા ઓછી છે, પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે કેસોની સંખ્યા હજુ પણ NHSને ડૂબાડી શકે છે. યુકેમાં આ મહિનાના અંત સુધીમાં ઓમિક્રોનથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક મિલિયન થઇ જશે.
ઘણા મહિનાઓ પહેલા એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ લીધા હતા તેમને ઓમિક્રોન ચેપ સામે લગભગ કોઈ રક્ષણ મળ્યું ન હતું. જ્યારે બે ફાઈઝર ડોઝ 30 ટકા કરતા થોડુ વધારે રક્ષણ આપે છે. પરંતુ ફાઈઝરનો ત્રીજો ડોઝ, યુકેમાં બૂસ્ટર્સ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.