43 વર્ષની પર્સનલ ટ્રેનર, વેલનેસ કોચ, સ્પીકર અને ત્રણ બાળકોની માતા લવિના મહેતાને કોવિડ-19 દરમિયાન આરોગ્ય અને ફિટનેસ માટેની સેવાઓ બદલ મંગળવાર 14મી ડિસેમ્બરે વિન્ડસર કેસલ ખાતે MBE એનાયત કરવામાં આવ્યો હતો.
વૉટફર્ડની લવિનાએ કોવિડ-19 દરમિયાન વૃદ્ધો અને ઓછું હરીફરી શકતા અને ખાસ કરીને અપ્રમાણસર અસરગ્રસ્ત દક્ષિણ એશિયન સમુદાયના લોકોને ફિટ રાખવામાં મદદ કરી હતી. તેના મફત વર્કઆઉટ્સનો ઉપયોગ વિકલાંગ અને નબળા લોકો ઉપરાંત કેર હોમ્સમાં રહેતા 100 વર્ષની વય સુધીના વૃદ્ધો દ્વારા પણ કરાયો હતો. તેણે ડાયાબિટીસ યુકેના એમ્બેસેડર બનવા સહિત છેલ્લા એક વર્ષમાં ઘણા બધા ચેરિટી કાર્યો કર્યા છે. તેણીએ ડાયાબિટીસ યુકે માટે મિલિયન સ્ટેપ ચેલેન્જ, અલ્ઝાઈમર સોસાયટી ટ્રેક 26 અને બ્રેઈન ટ્યુમર સંશોધન માટે 10,000 સ્ટેપ ચેલેન્જનો સામનો કર્યો છે. પોતાના પ્રિયજનો ગુમાવનાર લવિના લાંબી બિમારીઓનું જોખમ ઘટાડવા માટે કસરતની શક્તિને પ્રોત્સાહન આપી રહી છે. લવિના મહેતાએ મફત વર્કઆઉટ્સ વડે વૈશ્વિક સ્તરે હજારો લોકોને મદદ કરી છે