વિખ્યાત અરોરા ગ્રુપે પોતાના હાલના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાના હેતુ સાથે એલિટ હોટેલ્સ પાસેથી 5 સ્ટાર 228 રૂમની લુટન હૂ હોટેલ, ગોલ્ફ અને સ્પાની ખરીદી પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ લંડનથી અંદાજે 50 મિનિટની ડ્રાઈવ પર અને M1 મોટરવેથી થોડી મિનિટોની ડ્રાઈવ પર આવેલ આ એસ્ટેટ 1000 એકરથી વધુ પાર્કલેન્ડ, વૂડ્સ અને લેક્સ ધરાવતા વિસ્તારમાં આવેલી છે.
અસલમાં નિષ્ણાત એરપોર્ટ હોટેલ ઓપરેટર તરીકે ઓળખાતા, અરોરા ગ્રૂપે 2017માં તેમની પ્રથમ સિટી સેન્ટર હોટેલની સ્થાપના ઇન્ટરકોન્ટિનેન્ટલ લંડન – ધ O2 સાથે કરી હતી અને તાજેતરમાં જ ફેરમોન્ટ વિન્ડસર પાર્કના ઉદઘાટન સાથે કન્ટ્રી હાઉસ હોટેલ માર્કેટમાં વધુ વૈવિધ્યીકરણ કર્યું છે. લુટન હૂ હોટેલ, ગોલ્ફ અને સ્પાની ખરીદી સાથે તેઓ પોર્ટફોલિયો વૈવિધ્યકરણની સફર ચાલુ રાખે છે. આ હોટેલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી લેઝર અને કોર્પોરેટ મુસાફરીની નોંધપાત્ર માંગને પહોંચી વળશે.
અરોરા ગ્રૂપના સીઈઓ અને ચેરમેન સુરિન્દર અરોરાએ જણાવ્યું હતું કે “લુટન હૂ હોટેલ, ગોલ્ફ અને સ્પાનું અધિગ્રહણ અમારા હોટેલ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવાની અમારી વ્યૂહરચનાને સમર્થન આપવાનું ચાલુ રાખે છે અને અમે એલિટ હોટેલ્સ દ્વારા પહેલેથી જ નોંધપાત્ર રોકાણ અને વિકાસને આગળ વધારવા માટે ઉત્સાહિત છીએ. અમે અરોરા ગ્રૂપમાં લ્યુટન હૂ હોટેલ, ગોલ્ફ એન્ડ સ્પા ટીમનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને અમારા વિસ્તૃત પરિવાર માટે આગળની તકોની રાહ જોઈ રહ્યા છીએ”
એલિટ હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર ગ્રીમ બેટમેને ટિપ્પણી કરી હતી કે “સ્વાભાવિક રીતે, અમે વિદાય લેતી વખતે દુઃખી થયા છીએ, પરંતુ અમે આ અદ્ભુત મિલકતની કસ્ટોડિયનશિપ સુરક્ષિત હાથમાં આપી છે. અમે સુરિન્દર અરોરા અને તેમની ટીમને લુટન હૂ હોટેલને નવા યુગમાં લઈ જવા અને દરેક સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ.’’