મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 32 દર્દીઓ નોંધાયા છે, ફિલ્મ નિર્દેશક કરણ જોહરની પાર્ટીમાં બોલીવૂડની પણ એક્ટ્રેસ સંક્રમિત થઈ ચુકી છે. આ ગતિવિધિથી વચ્ચે મુંબઈ કોર્પોરેશન દ્વારા એક્ટ્રેસ આલિયા ભટ્ટ સામે હોમ ક્વોરેન્ટાઈનના નિયમો તોડવા બદલ કેસ કરવાનો આદેશ અપાયો હતો.
મુંબઈ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે જણાવ્યું હતું કે મેં આરોગ્ય વિભાગને આલિયા ભટ્ટ સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે તે એક રોલ મોડેલ છે અને તેમણે જવાબદારીથી વ્યવહાર કરવાની જરુર છે. નિયમ બધા માટે સમાન છે.
આલિયા ભટ્ટ તાજેતરમાં આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી. કોર્પોરેશનનો આરોપ છે કે, દિલ્હીમાં તે ઘણા લોકોને મળી છે. જોકે આલિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે પણ કોર્પોરેશને આલિયાને હાઈ રિસ્ક કેટેગરીમાં મુકીને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ આપ્યો હતો. આ નિયમો તોડવા બદલ કોર્પોરેશને તેની સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે.