ભારતમાં ક્રિકેટ માટેનું આકર્ષણ અનેરુ છે અને તે ફરીએકવાર પુરવાર થયું છે. આ વર્ષના ગૂગલના ટ્રેન્ડિંગ ક્વેરીમાં કોરોના વેક્સિન કે કો-વિન પોર્ટલની પાછળ રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ટોચના સ્થાને રહ્યાં છે, એમ ગૂગલ ઇન્ડિયાના યર ઇન સર્ચ 2020માં જણાવાયું હતું.
આઇપીએલ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પોર્ટ ઇવેન્ટ પણ છે. આ પછી કોવિન પોર્ટલ, આઇસીસી ટી-20 વર્લ્ડ કપ, યુરો કપ, ટોકિયો આલિમ્પિક્સ અને કોવિડનો ક્રમ આવે છે.ગૂગલના સર્ચ એન્જિનમાં ટોપ ટ્રેડિંગ ક્વેરી લિસ્ટમાં ગયા વર્ષે પણ આઇપીએલ નંબર વન રહી હતી.
ભારતના લોકો દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ન્યૂઝ ઇવેન્ટ્સમાં ટોપ ટેનમાં ટોકિયો આલિમ્પિક્સ, બ્લેક ફંગસ, અફઘાનિસ્તાન, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી, ચક્રવાત તાઉતે અને લોકડાઉનનો સમાવેશ થાય છે. સૌથી વધુ સર્ચ થયેલી સ્પોર્ટ ઇવેન્ટ્સમાં યુરો, કપ, કોપા અમેરિકા, વિમ્બ્લ્ડન, પેરાઓલિમ્પિક્સ અને ફ્રેન્ચ ઓપનનો પણ સમાવેશ થાય છે.
સૌથી વધુ સર્ચ થયેલી હસ્તીઓમાં નીરજ ચોપરા ટોચના સ્થાને રહ્યાં હતો. તેમણે ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જે ઓલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ હતો. તેમના પછી સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્રે આર્યન ખાનનો ક્રમ આવે છે. આર્યન ખાનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ થઈ હતી અને તેનાથી મોટો વિવાદ ઊભો થયો હતો. ભારતના નાગરિકોને ટેસ્લાના સ્થાપક એલન મસ્ક, વિકી કૌશલ, શહેનાઝ ગિલ અને રાજકુન્દ્રા જેવી પેજ થ્રી સેલિબ્રિટીમાં પણ રસ પડ્યો હતો. આ યાદીમાં 2020ના ટોકિયો ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ અને બજરંગ પૂનિયાનો પણ સમાવેશ થાય છે.
2021ના વર્ષમાં પ્રાદેશિક સિનેમામાં પણ મજબૂત રસ જોવા મળ્યો હતો. તમિલ બ્લોકબસ્ટ ‘જય ભીમ’ મૂવી લિસ્ટમાં ટોચના સ્થાને રહી હતી. આ પછી બોલિવૂડ બ્લોકબસ્ટર ‘શેરશાહ’ બીજા ક્રમે રહી હતી. ટોપ ટ્રેન્ડ સર્ચમાં ‘રાધે’, ‘બેલ બોટમ’ જેવી બીજી હિન્દો ફિલ્મો પણ રહી હતી.