દુનિયાના સૌથી ધનિક બિઝનેસમાં સ્થાન ધરાવતા એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિન્ક ટૂંક સમયમાં ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ શરું કરી કરવાની તૈયારી કરી રહી છે. સ્ટારલિન્ક ભારતમાં યૂઝર્સને બ્રોડબેન્ચ ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે કોમર્શિયલ લાયસન્સની પ્રક્રિયા ટૂંકસમયમાં શરુ કરશે.

ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ શરું કરવા માટે પોતાની યોજના વિશે જણાવતાં સ્ટારલિન્ક ઇન્ડિયાના ડાયરેક્ટર સંજય ભાર્ગવે એક પોસ્ટમાં કહ્યું કે, અમને આશા છે કે, 31 જાન્યુઆરી 2022એ અથવા એ પહેલા અમે કોમર્શિયલ લાયસન્સ માટે અરજી કરીશું. સ્ટારલિન્કનો હેતુ ડિસેમ્બર 2022 સુધી ભારતમાં બે લાખ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાનો છે. જે મોટાભાગના દેશના ગ્રામીણ વિસ્તારોમાં નાંખવામાં આવશે. ભાર્ગવે એમની લિન્કઇડ પોસ્ટમાં કહ્યું છે કે, ભારતને 100 ટકા બ્રોન્ડબેન્ડ કનેક્શન આપવા માટે સ્ટેકહોલ્ડર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેકનોલોજી વચ્ચે સહયોગની જરુર છે. આ પહેલા ભાર્ગવે જાહેરાત કરી હતી કે, SpaceXની ભારતમાં 100 ટકા માલિકીની કંપની છે અને લાયસન્સ માટે પ્રક્રિયા શરું કરી રહી છે. તેમણે એવો ખુલાસો કર્યો હતો કે, કંપનીને ભારતમાં 5000 પ્રિઓર્ડર મળી ગયા છે. એવામાં કંપની અન્ય મોટી કંપનીઓની સ્પર્ધામાં ઉતરી શકે છે. કંપનીની યોજના છે કે, એ ભારતમાં એવા ગામડાઓ સાથે જોડાવા માંગે છે 100 ટકા બ્રોડબેન્ડ કનેક્શન ઇચ્છે છે.