અજય દેવગણ અને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘મેડે’નું નામ કોઈ કારણોસર બદલાવનો નિર્ણય નિર્માતા-દિગ્દર્શકે લીધો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અજય દેવગણે આ માહિતી પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર આપી છે. અજય દેવગણે જણાવ્યું હતું કે, તેના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હવે ‘રનવે 34’ હશે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ છે. અજય દેવગણે ટ્વીટર લખ્યું હતું કે, ‘મેડે’ હવે ‘રનવે 34’ થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, જે મારા માટે ખાસ છે. અગાઉ વચન આપ્યા મુજબ આ ફિલ્મ આવતા વર્ષે ઈદના તહેવારે રજૂ થશે.
ફિલ્મનું ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ થયું હતું. તેમાં અજય દેવગણ પાયલટની ભૂમિકામાં છે, જયારે રકુલ પ્રીત સિંહ સહ પાયલટનો રોલમાં છે. તો નિર્માતાઓએ અમિતાભ બચ્ચનની ભૂમિકા વિશે જણાવ્યું નથી. આ ફિલ્મમાં બોમન ઈરાની, આકાંક્ષા સિંહ, અંગિરા ધર અને કેરી મિનાતી પણ છે.
અજય દેવગણ જેનું દિગ્દર્શન કરી રહ્યો હોય તેવીઆ ત્રીજી ફિલ્મ છે. અગાઉ તેણે 2016માં ફિલ્મ ‘યૂ મી ઔર હમ’ તથા 2018માં ફિલ્મ શિવાયનું પણ દિગ્દર્શન કર્યું હતું.