ભારતની આર્મીનું એક હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કૂનૂરમાં તૂટી પડ્યું છે. આ હેલિકોપ્ટરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિલ રાવત સહિત ચાર વ્યક્તિઓ સવાર હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ચોથા વ્યક્તિને શોધખોળ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીડીએસ બિપિલ રાવતનો સ્ટાફ પરિવારના સભ્યો એમઆઇ સિરિઝના હેલિકોપ્ટરમાં સવાર હતા. આ હેલિકોપ્ટર તમિલનાડુના કોઇમ્બતૂર અને સુલુરની વચ્ચે તૂટી પડ્યું હતું. બિપિન રાવત સુલુરમાં ઇન્ડિયન એર ફોર્સના કૂનૂરમાં વેલિંગ્ટન આવી રહી છે.