(ANI Photo)

અગ્રણી ફર્ટિલાઇઝર સહકારી સંસ્થા ઇફકોએ ગુરુવારે જણાવ્યું હતું કે વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં તેને મોખરાના સ્થાન હાંસલ કર્યું છે. આ રેન્કિંગ માથાદીઠ જીડીપી અને ટર્નઓવર રેશિયો આધારિત છે, એમ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફકો)એ એક નિવેદનમમાં જણાવ્યું હતું.

ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (આઇસીએ) દ્વારા પ્રકાશિત 10માં એન્યુએલ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર (WCM) રીપોર્ટની 2021ની આવૃત્તિમાં આ રેન્કિંગ આપવામાં આવ્યા છે. એકંદર ટર્નઓવરના રેન્કિંગ પણ ઇફકો 60માં સ્થાને રહી છે. ગયા વર્ષે તે 60માં સ્થાને રહી હતી.આ રીપોર્ટ વિશ્વભરની સૌથી મોટી સહકારી સંસ્થાઓની આર્થિક અને સામાજિક અસરોની ચકાસણી કરે છે. આઇસીએ અને યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓન કો-ઓપરેટિવ એન્ડ સોસિયલ એન્ટરપ્રાઇઝ (Euricse)એ ઇન્ટરનેશનલ વેબિનાર દરમિયાન વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટરની 2021ની આવૃત્તિ લોન્ચ કરી હતી.

ઇફકોના એમડી યુએસ અવસ્થીએ જણાવ્યું હતું કે અમે સહકારી આંદોલનને મજબૂત કરીને ખેડૂતોને આવક બમણી કરવાના મિશન માટે કટિબદ્ધ છીએ.તેથી અમે ઇફકો નેનો યુરિયો લિક્વિડ સાથે ખાસ કરીને ઓલ્ટરનેટિવ ફર્ટિલાઇઝર્સ માટે નેનોટેકનલોજી આધારિત પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યાં છીએ. ઇફકો ટૂંકસમયમાં નેનો ડીએપી અને બીજી નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સ રજૂ કરશે.