ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સોમવારે દેવાના બોજ હેઠળ દબાયેલી અનિલ અંબાણીના વડપણ ફાઇનાન્સ કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડને સુપરસીડ કર્યું હતું. બેન્ક ઓફ મહારાષ્ટ્રના ભૂતપુર્વ કાર્યકારી વડા નાગેશ્વર રાવને કંપનીના નવા એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે રિલાયન્સ કેપિટલ તમામ પ્રકારના દેવા પરની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ તેના અનેક કોર્પોરેટ ગવર્નન્સને લગતા કેસ પણ સામે આવ્યા છે, જે એક ચિંતાજનક બાબત છે.રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે એક્સિસ બેન્ક અને HDFCના રૂ.624 કરોડ લોનના વ્યાજ ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે આ વ્યાજ તેણે 31 ઓક્ટોબર સુધી ચુકવવાનું હતું. HDFCના રૂ. 4.77 કરોડ અને એક્સિસ બેન્કના રૂ.71 લાખ વ્યાજની ચુકવણી કરવાની હતી. એપ્રિલ 2021માં કંપનીએ કહ્યું હતું કે તેઓ નોન કન્વર્ટીબલ ડિબેન્ચરનું વ્યાજ આપી શકી નથી. આ વ્યાજ 22 એપ્રિલના રોજ ચુકવવાનું હતું.
રિઝર્વ બેન્કે કહ્યું કે કોર્પોરેટ ગવર્નન્સની બાબત ઘણી ગંભીર બાબત છે. તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જૂન 2019માં કંપનીના ઓડિટર્સે કંપનીના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામને લઈ અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા. તેમા અકાઉન્ટીંગની પદ્ધતિ અંગે પણ પ્રશ્ન સર્જાયા હતા.