Corona test mandatory for travelers from 5 countries in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોન નામના કોરોનાના નવા વેરિયન્ટને પગલે ગુજરાત સરકારે યુરોપ, બ્રિટન અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી આવતા યાત્રી માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે.

ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, યુરોપ, બ્રિટન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગથી આવતા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

રસીકરણ અને જરુરી પગલા ભરવામાં આવતા કોરોનાના કેસ પર કાબૂ મળ્યો છે. આવામાં નવા વેરિયન્ટના લીધે હાહાકાર મચ્યો છે. આ અઠવાડિયે પહેલીવાર નવા વેરિયન્ટની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ. આ સ્ટ્રેન બોત્સવાના સહિત આસપાસના દેશોમાં ફેલાયો છે. આ સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કરે છે. કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 છે. જેને બોત્સવાના વેરિયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવા વેરિયન્ટના ખતરાને જોતા ભારત સરકારે પણ ગુરુવારે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગથી આવતા મુસાફરોનું કડક સ્ક્રિનિંગ કરવા માટે કહ્યું હતું. જ્યારે રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સોમવારે મહત્વની બેઠક કરશે. જ્યાં અન્ય બાબતોની સાથે નવા વેરિયન્ટ B.1.1.529 અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.