અમેરિકાના ટોચના ઇન્ફેક્શન એક્સપર્ટ ડો એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે નવો કોવિડ-19 ઓમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકામાં “ફ્લૂઇડ મોશન” છે. આનો અર્થ એવો થાય છે કે નવો વેરિયન્ટ ફેલાવાની અને સરળતાથી સ્વરૂપ બદલવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના વૈજ્ઞાનિકો આ ટેસ્ટિંગ, હકીકતો મેળવવામાં અને નવો વેરિયન્ટ એન્ટીબોડીનો સામે પણ પ્રતિરોધક છે કે નહીં અંગેની જાણકારી આપવામાં આફ્રિકાના વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે આફ્રિકામાં ચોક્કસપણે વેરિયન્ટ છે, જેમાં કેટલાંક મ્યુટેશન છે અને તે સંક્રમણ અંગે ચિંતા ઊભી કરે છે.