છેલ્લા કેટલાય સમયથી કેટરિના કૈફ અને વિક્કી કૌશલના પ્રેમલગ્નની બોલીવૂડમાં ચર્ચા થઇ રહી છે. હવે આ મુદ્દે એક નવી વાત બહાર આવી છે. કહેવાય છે કે, કેટરિના અને વિક્કીએ દિવાળીના દિવસે રોકા વિધી કરીને પોતાના સંબંધને ઓફિશિયલ જાહેર કર્યો છે. જોકે તેમણે સત્તાવાર રીતે પોતાના રોકાને જાહેર કર્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડાયરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટીમાં આ રોકા વિધી થઇ હતી. જેમાં કેટરિના અને વિક્કીના પરિવારજનો હાજર રહ્યા હતા. મીડિયાથી બચવા માટે કેટરિના અને વિક્કી પોતપોતાની કારમાં કબીરખાનના ઘરે પહોંચ્યા હતા. કેટરિનાએ સુંદર લહેંગો પહેર્યો હતો અને તે કબીર ખાનને ધર્મનો ભાઇ માને છે. તેના કબીરખાન અને તેની પત્ની મિની માથુર સાથે પારિવારિક સંબંધો છે.
તે બંનેએ ખૂબ જ સારી રીતે કેટરિના-વિક્કીની રોકા વિધિનું આયોજન કર્યું હતું. વિક્કીના પરિવારે કેટરિનાને એક વિશેષ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. વિક્કીનાં માતા વીણા કૌશલે પોતાના તરફથી કેટરિનાને શગુન તરીકે ભેટ આપી છે. કહેવાય છે કે, આ યુગલ રાજસ્થાનના નેશનલ પાર્કથી નજીક એક ઐતિહાસિક સ્થળે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લગ્ન કરશે.