ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને મંજૂરી આપવાના નિયમનો જોરદાર વધારો થતાં સરકારે તેના નિર્ણયને હળવો કર્યો છે. સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને ગિરનારની લીલી પરિક્રમા માટે પહેલાં માત્ર 400 લોકો સાથે પ્રતિકાત્મક યાત્રાને મંજૂરી આપી હતી. જોકે લોકોના વિરોધને પગલે સરકાર આ નિર્ણય હવે ફેરવી તોળ્યો છે. હવે 400-400ના જૂથમાં લોકોને પરિક્રમામાં જવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનારી લીલા પરિક્રમમો 14 નવેમ્બરથી પ્રારંભ થયો છે અને તે 19 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
કોરોનાકાળમાં બે વર્ષ માટે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી હતી. જેમાં માત્ર સાધુ-સંતો અને તંત્ર મળીને કુલ 400 લોકોના જૂથને જ પરિક્રમા માટે મંજુરી આપી હતી. પરંતુ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જે બાદ વિરોધની લાગણી પણ જોવા મળી હતી. ત્યારે તંત્રએ પણ પાછી પાની કરી હતી અને શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઈડલાઈન મુજબ, 400-400 લોકોના જૂથને પરિક્રમા માટે મંજુરી આપી હતી.