ભારતની બ્યૂટી કંપની નાયકાનું 10 નવેમ્બર 2021ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થવાની સાથે જ તેના સ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાના સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા છે. શેરબજારમાં નાઇકાના લિસ્ટિંગ થવાની સાથે જ ફાલ્ગુની નાયરની સંપત્તિ 6.5 બિલિયન ડોલર થઈ હતી, એમ બ્લૂમબર્ગ બિલિયનેર ઈન્ડેક્સમાં જણાવાયું હતું.
બ્યૂટી અને ફેશન રિટેલર નાઇકાના IPOઓએ રોકાણકારોને માલમાલ બનાવ્યા હતા. લિસ્ટિંગના દિવસે નાયકાના શેરમાં લગભગ 90 ટકાની તેજી જોવા મળી હતી. IIM અમદાવાદથી અભ્યાસ કર્યા બાદ ફાલ્ગુની નાયર કોટક મહિન્દ્રા કેપિટલમાં કોકરી કરવા લાગ્યા હતા. પોતાની મહેનતના બળે 2005માં પોતાના ડિવિઝનના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
નાયકામાં ફાલ્ગુની નાયરનો હિસ્સો લગભગ અડધો છે. ફાલ્ગુની નાયર દેશના સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા બની ગયા હતા. ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરે 2012માં નાઇકાની શરૂઆત કરી હતી. 31 ઓગસ્ટ 2021 સુધીમાં નાઇકા એપ 5.58 કરોડ વખત ડાઉનલોડ થઈ હતી. 2012 માં શરૂ થયેલ નાઇકા મહિલાઓની સુંદરતા અને સુખાકારી ઉત્પાદનો માટેના સૌથી મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં આ પ્લેટફોર્મ પર દર મિનિટે 30 થી વધુ મેકઅપ પ્રોડક્ટ્સ વેચાય છે.