ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટ કીપર સારાહ ટેલરે એક મેગેઝિનના ફોટો શૂટ માટે બધા જ કપડાં ઉતારીને વિકેટ કીપીંગ કરતા પોઝ આપતાં ભારે ધમાલ મચી ગઈ હતી. મહિલા ક્રિકે્ટરની સાવ નગ્ન તસવીરો વાયરલ થતાં ક્રિકેટ જ નહીં સમગ્ર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. સારાહ ટેલરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ન્યૂડ ફોટો શેર કરીને એવું લખ્યું હતું કે જે લોકો મને ઓળખે છે તે જાણતા હશે કે આ પ્રકારનો ફોટો શૂટ માર કમ્ફર્ટ ઝોનની બહારની વાત છે. પરંતુ આ પ્રકારના અભિયાનમાં સામેલ થવા બદલ હું ગૌરવ અનુભવી રહી છું. અને હું વિમન્સ હેલ્થ યુકે મેગેઝિનનો આભાર માનું છું કે તેઓએ આ માટે મને આમંત્રણ આપ્યું.
સારાહે વધુમાં એવું પણ લખ્યું હતું કે ‘અન્ય મહિલાઓની જેમ મને પણ મારા શરીર બાબતે ફરિયાદ કરવાની આદત છે, પરંતુ હવે મેં તેના પર કાબુ મેળવી લીધો છે. એક રીતે આ મહિલા સશક્તિકરણની વાત છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક છોકરી સુંદર છે. મહિલાઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર આવવાની જરૂર છે.
મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે સારાહ ટેલરના પગલાની ખૂબ પ્રશંસા કરાઈ છે, તો ઘણા લોકોએ આવા ફોટોશૂટ માટે તેની આકરી ટીકા પણ કરી હતી. સારાહે જીવનમાં માનસિક સમસ્યાઓ વેઠી છે, પરંતુ સમય સાથે તે ચિંતાઓમાંથી બહાર નીકળવાનું શીખી ગઈ છે.
સારા ટેલર 2017માં મહિલા વર્લ્ડ કપ જીતનારી ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ હતી. તેણે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કોચ બની છે. અબુ ધાબી T10 લીગ 19 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. સારાને અબુ ધાબી ટીમની આસિસ્ટન્ટ કોચની જવાબદારી સોંપાઈ છે. તે મુખ્ય કોચ પોલ ફારબ્રેસ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર સાથે ટીમની જવાબદારી સંભાળશે.