પીઢ અભિનેત્રી કાજોલ ભલે ઘણા સમયથી બોલીવૂડથી દૂર હોય પણ તેણે અગાઉ ઘણી સફળ ફિલ્મો આપી છે. કાજોલે તાજેતરમાં એક ઈન્ટર્વ્યૂમાં ઓટીટી પ્લેટફોર્મ અંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઇ ખાસ પ્રોજેકટ પસંદ ન આવે ત્યાં સુધી હું તેને સ્વીકારતી નથી, આ પ્લેટફોર્મ પર જુદી જુદી રીતે સ્ટોરીને રજૂ કરવામાં આવે છે. ડિજિટલ મીડિયાથી મને કોઈ સમસ્યા નથી. ઓટીટી પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના દબાણ વગર અને સ્ટોરી રજૂ કરવામાં આવે છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ કમાણી કરશે કે નહિં, સ્ટોરી ચાલશે કે નહિ, કોઈપણ પ્રકારની ડેડલાઈન વગર કામ કરી શકાય છે અને તેની કોઈપણ પ્રકારની ચિંતા હોતી નથી.
કાજોલે વધુમાં જણાવ્યું હતું કે, ઓટીટી પર બિન્દાસ ભાષાની પણ કોઇ સમસ્યા નથી હોતી, તેમાં સામાન્ય રીતે અંગ્રેજીમાં વાત કરી શકીએ છીએ, હું માનું છું કે, સાથે હિંન્દી અને ઈંગ્લિશ ફિલ્મો પણ જોવી જોઈએ. જેથી સ્ટોરીની રિયાલિટી જાણી શકાય. અગાઉ કાજોલ ફિલ્મ ત્રિભંગામાં જોવા મળી હતી, તેના નવા પ્રોજેકટની વાત કરીએ તો તે ડાયરેક્ટર રેવતીની નવી ફિલ્મ ‘ધ લાસ્ટ હુર્રે’ માં જોવા મળશે.