અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં શુક્રવારની રાત્રે એસ્ટ્રોવર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં ધક્કામુકીને પગલે ઓછામાં ઓછા આઠ વ્યક્તિના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા, આ સંગીત સમારોહ સેંકડો લોકો ઉમટ્યા હતા. આ દરમિયાન ઉમટેલી ભીડે સ્ટેજ પાસે પહોંચવા માટે પડાપડી કરી હતી, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.
હ્યૂસ્ટન ફાયર વિભાગના અધિકારી સેમ્યુલના જણાવ્યા મુજબ, અહીં એક સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં ઢગલાબંધ લોકો ઉટ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પાસે જવા પડાપડી થઈ હતી. જેમાં અંદાજે 8 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ સંગીત સમારોહમાં રેપર ત્રાવિસ સ્કોટનું પરફોર્મન્સ હતુ. જેને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. લોકો સ્ટેજ પાસે ધસી આવ્યા હતા અને ભારે પડા પડી થઈ હતી. એ દરમિયાન અહીં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
આ અફરાતફરીમાં અનેક લોકો કચડાયા હતા. એમાં અંદાજે 8 લોકોનાં મોત અને કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા ગતા. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ બંનેની ટીમ ઘટના સ્થળે તરત પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે 17 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આમાંથી 11 લોકોને હૃદયની બીમારી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે, આ અફરાતફરી કેમ સર્જાઈ એનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી
આ ઘટના એસ્ટ્રોવર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં ની હતી.અમેરિકન રેપર ટ્રેવિસ સ્કોટ દ્વારા આ ફેસ્ટિવલનુ દર વર્ષે આયોજન કરવામાં આવે છે.આ વર્ષે તેની એક લાખ ટિકિટો વેચાઈ હતી.
આ સંગીત સમારોહમાં 50,000 લોકો ઉમટ્યા હતા. બે દિવસ માટે આ સંગીત સમારોહ યોજાયો હતો. પરંતુ આ ઘટના બાદ સંગીત સમારોહ રદ કરવામાં આવ્યો હતો. હવે પોલીસ વિભાગ તપાસ કરી રહી છે કે, ખરેખરમાં આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો.