યુકેની સરકારે કોવિડ-19ની સારવારમાં ઉપયોગી મોલ્નુપિરાવિર દવાને શરતો આધિન મંજૂરી આપી છે. આ સાથે જ યુકે એવો પ્રથમ દેશ બની ગયો છે કે જેણે કોરોનાની સારવાર માટે કોઈ દવાને મંજૂરી આપી હોય. મર્ક ફાર્મા મૂળ જર્મનીસ્થિત કંપની છે. તાજેતરમાં કંપનીએ જણાવ્યું હતું કે તે પોતાની કોવિડ-19 દવા અન્ય કંપનીઓને પણ તૈયાર કરવા માટે મંજૂરી આપશે. કંપનીના આ નિર્ણયથી સૌથી વધારે લાભ ગરીબ દેશોને થશે.
આ દવાની ટ્રાયલ જર્મની સહિત અનેક દેશોમાં થઇ હતી. સમાચાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવિધ તબક્કાની ટ્રાયલમાં આ દવાના સકારાત્મક પરિણામો મળ્યા હતા. જોકે, આ દવા દર્દીઓને ક્યારે થશે તે સ્પષ્ટ થયું નથી. આ દવા ઝડપતી કોરોના સામે રક્ષણ આપશે. અત્યારે અમેરિકા અને યુરોપમાં પણ આ દવાના ટ્રાયલ ચાલી રહ્યા છે અને યુકે પછી બીજા દેશો પણ તેને મંજૂરી આપે તેવી સંભાવના છે.