ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનના સહઆરોપી મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ રવિવારે જેલમાંથી મુક્ત થયા હતા. બોમ્બે હાઇ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યા ત્રણ દિવસ બાદ તેમનો છૂટકારો થયો હતો. ધામેચાને મુંબઈની બાઇકુલા મહિલા જેલમાંથી અને મર્ચન્ટને શહેરની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરાયા હતા. આર્થરરોડ જેલમાંથી શનિવારે બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના પુત્રને મુક્ત કરવામાં આવ્યો હતો. ધામેચાના વકીલ અલી કાશિફ ખાને જણાવ્યું હતું કે તમામ કાનૂની પ્રક્રિયા કર્યા બાદ ધામેચાને જેલમાંથી છોડવામાં આવી હતી. હવે તેને મધ્યપ્રદેશ જવાની છૂટ આપવા એનસીબીને અરજી કરીશું. મર્ચન્ટના વકીલ અસ્લમ મર્ચન્ટે જણાવ્યું હતું કે પુત્ર ઘેર પરત આવતા માતા ખુશ થઈ હતી. અમે તમામ શરતોનું પાલન કરીશું.