અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની મુલાકાતનું લાઇવ બ્રાડકાસ્ટ કરવાની યોજના વેટિકને ગુરુવારે એકાએક રદ કરી હતી. બાઇડનની મુલાકાતના લાઇવ બ્રોડકાસ્ટને શા માટે રદ કરવામાં આવ્યું તેનો વેટિકન પ્રેસ ઓફિસ કોઇ ખુલાસો કર્યો ન હતો, પરંતુ તેને આ પવિત્ર સ્થળના મીડિયા કવરેજ પરના નવા નિયંત્રણ તરીકે જોવામાં આવે છે.
બાઇડનની મુલાકાતના લાઇવ બ્રોડકાસ્ટને એપોસ્ટોલિક પેલેસના પ્રાંગણમાં પ્રેસિડન્ટના કાફલાના આગમન પૂરતું સીમિત રાખવામાં આવ્યું છે. આ પેલેસના થ્રોન રૂમમાં બાઇડન દ્વારા પોપ ફ્રાન્સિસના અભિવાદન તેમજ ફ્રાન્સિસની લાયબ્રેરીમાં બાઇડન અને પોપ વચ્ચેના ખાનગી વિચારવિમર્શના લાઇવ કવરેજને પણ રદ કરવામાં આવ્યું છે. આ મુલાકાત સમયે કેમેરા સામાન્ય રીતે બંધ રાખવામાં આવે છે. વેટિકને જણાવ્યું હતું કે આ મુલાકાતના એડિટેડ ફૂટેજ પૂરા પાડશે.
અમેરિકાના બીજા કેથોલિક પ્રેસિડન્ટ બાઇડન અગાઉ ત્રણ વખત ફ્રાન્સિસને મળ્યા છે, પરંતુ પ્રેસિડન્ટ તરીકે તેમની આ પ્રથમ મુલાકાત છે.વાર્ષિક સમારંભ માટે થોડા સપ્તાહોમાં અમેરિકાના બિશોપ્સ મળી રહ્યાં હોવાથી મુલાકાતીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. આ સમારંભમાં ગર્ભપાતના અધિકારોને બાઇડનને સમર્થન અંગે ચર્ચા થવાની ધારણા છે. જોકે બિસોપ્સના સમારંભના કોઇ દસ્તાવેજમાં બાઇડનનું નામ લેવામા આવે તેવી શક્યતા નથી., પરંતુ તેમને ઠપકો મળી શકે છે.
પોપ ફ્રાન્સિસ પણ ગર્ભપાત સામે ચર્ચનો વિરોધ દર્શાવી ચુક્યા છે અને તેને હત્યા ગણાવી છે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે બિશોપ્સ રાજકીય નેતાઓ નહીં, પરંતુ પાદરી છે. વેટિકને દેશના વડાઓના મુલાકાતોનું લાઇવ કવરેજ થયેલું અને બાઇડન માટે આવા કવરેજની યોજના બનાવી હતી.