અમેરિકાના આઇડાહો રાજયની રાજધાની બોઇસના શોપિંગ મોલમાં સોમવારે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં બેના મોત થયા હતા અને એક પોલીસ ઓફિસર ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસીએ હુમલામાં એક શકમંદની ધરપકડ કરી હતી, ઓમ પોલીસે જણાવ્યું હતું.
સત્તાવાળાએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ અને શકમંદ હુમલાખોર વચ્ચે સામ-સામે ફાયરિંગ થયા હતા. મોલને ખાલી કરાવવામાં આવ્યો હતો અને તપાસ ચાલુ થઈ હતી. પોલીસે કોઇ વધુ વિગત આપી ન હતી. પોલીસે આ વિસ્તારમાં ન જવા માટે લોકોને તાકીદ કરી હતી.
આ ટાઇનસ્કેવર શોપિંગ મોલ બોઇસ શેરનો સૌથી મોટો મોલ છે. બોઇસ સિટી આઇડાહોનું સૌથી મોટું શહેર છે. પોલીસે આ મોલના સૌથી મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેસીના એન્ટ્રી પોઇન્ટ પર સંખ્યાબંધ લોકોની પૂછપરછ કરી હતી. પોતાના મિત્રો સાથે મોલમાં ગયેલા ચેસી ગિપિન નામની મહિલાએ જણાવ્યું હતું કે એક મોટો ધડાકો સંભળાયો હતો, છત પરથી કંઇક પડ્યું હોય તેવું લાગતું હતા. પરંતુ આશરે 60 લોકો દોડીને બહાર આવ્યા હતા અને ઊંચા અવાજે બોલતા હતા કે એક એક્ટિવ શૂટર છે. આ મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે લોકોની દોડાદોડી કરતાં જોઇને અમે પણ ભાગ્યા હતા.