ટી-20 વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓકટોબરે હાઇવોલ્ટેજ મુકાબલા પહેલા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં પોલીસને ખડેપગેના આદેશ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં પોલીસ મુખ્યત્વે બે મોરચે વધુ એલર્ટ બની છે. પ્રથમ એ કે બંને ટીમો વચ્ચે ઘણા વર્ષો બાદ મેદાનમાં જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકોમાં લાગણીનો ઊભરો આવશે અને તેનાથી પોલીસ કોઇપણ અનિશ્ચનીય બનાવને ટાળવા માટે જડબેસાક બંદોબસ્ત કરી રહી છે.
કોઇપણ અનિશ્ચનીય ઘટનાને ટાળવા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
બીજુ એક કે પોલીસતંત્રે આશરે 100 બુકીઓની યાદી તૈયાર કરી છે. સટ્ટાને ટાળવા માટે અમદાવાર શહેર અને ઉત્તરગુજરાતમાં પોલીસે બાજનજર ગોઠવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે ખરીદદારના ઓળખ દસ્તાવેજોની ચકાસણી વગર સિમ કાર્ડનું વેચાણ ન કરવા સિમકાર્ડ ડીલર્સને તાકીદ કરી છે.
ડીજીપી આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર્સ, તમામ જિલ્લાના રેન્જ હેડ અને એસપીને પૂરતો બંદોબસ્ત ગોઠવવાની તથા તેમના અધિકારક્ષેત્રના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો કરવાની તાકીદ કરવામાં આવી છે. અમે રવિવાર સાંજે 7 વાગ્યાથી મેચ સમાપ્ત થાય ત્યાં સુધી “સ્ટેન્ડ ટુ”ની જાહેરાત કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં શહેરમાં તોફાનોની છૂટીછવાઇ ઘટના બની હતી. અમે કોઇ ચાન્સ લેવા માગતા નથી અને તેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાના કોઇપણ પ્રયાસને ડામી દેવા માટે પૂરતી તૈયારી કરી છે.
દરમિયાન સિટી ક્રાઇમ બ્રાન્ચ પણ આશરે 100 બૂકીઓની યાદી સાથે સંપૂર્ણસજ્જ છે. બૂકીઓ ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલી રહ્યાં હતા. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ ટી-20 મેચ દરમિયાન સટ્ટાકીય પ્રવૃત્તિઓ પર નજર રાખવા અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે.
ડીસીપી માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટમાં સટ્ટો ખેલતા તત્વો પર નજર રાખવા માટે અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને એક્ટિવ કરી છે. અમે છેલ્લાં બે દિવસથી આ અંગે તૈયારી કરતાં હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સટોડિયાએ પકડાઈ ન જવાય તે માટે તેમની મોડસ ઓપરન્ડી બદલી છે. અગાઉ સટોડિયા એક ગુપ્ત જગ્યાથી સટ્ટો રમતા હતા, તેથી અમે તેમના પર નજર રાખીને પકડી શકતાં હતા, પરંતુ હવે બૂકીઓ ચાલતા વાહનોમાં ઓપરેટ કરે છે. કેટલાંક બૂકીઓ રસ્તામાં ફરતા ફરતા સટ્ટો ખેલે છે. તેથી અમે ટેકનિકલ સર્વેલન્સમાં વધારો કર્યો છે.
અગાઉ 2016માં કોલકાતના ઇડન ગાર્ડનમાં ભારત પાક વચ્ચે મેચ ખેલાઈ હતી. ભારતનો તમા છ વિકેટ ભવ્ય વિજય થયો હતો.વિજયની ઉજવણી કરવા ચાહકો અધીરા બન્યા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં જંગ ખેલાઈ રહ્યો છે. અમે ટીમ ઇન્ડિયાના વિજયની ઉજવણી કરવા આતુર છીએ. અમે ઉજવણી માટે ફટાકડા ખરીદ્યા છે, એમ ક્રિકેટ ચાહક ઉત્તમ પટેલે જણાવ્યું હતું.