ભારતની સૂચિત મુલાકાત પહેલા બ્રિટનના વિદેશ પ્રધાન લીઝ ટ્રુસે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારતે તેમના આર્થિક અને સુરક્ષા સંબંધિત સંબોધોને વધુ મજબૂત બનાવવા જોઇએ. ભારતની મુલાકાત દરમિયાન ટ્રુસ ગ્રીન ટેક ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરશે અને વિશ્વમાં બ્રિટનની નવી ભૂમિકા અંગે ભારતના વરિષ્ઠ પ્રધાનો સાથે પોતાનું વિઝન રજૂ કરશે.
તેઓ નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરશે અને ભારતમાં ગ્રીન ટેક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં 70 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરશે. આ રિજનમાં બ્રિટનની મિલિટરી પ્રતિબદ્ધતાના ભાગરુપે ટ્રુસ હાલમાં મુંબઈમાં રહેલા બ્રિટિશ એરક્રફાટ કેરિયર ગ્રૂપની પણ મુલાકાત લે છે.
ટ્રસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે ભારત અને બ્રિટન ટેકનલોજી, ઇન્વેસ્ટમેન્ટ, સિક્યોરિટી અને ડિફેન્સ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં તેમની ભાગીદારીમાં વધારો કરશે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તે ટેકનોલોજી અને આર્થિક પાવરહાઉસ તથા યુકે માટે મહત્ત્વનો વ્યૂહાત્મક ભાગીદાર છે.
યાદવે ગુરુવારે રોઇટર્સને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન ક્લાઇમેટ સમીટ COP26 માટે આગામી મહિને બ્રિટન આવશે.
બ્રિટને તેની વિદેશ નીતિના મુખ્ય હેતુ તરીકે ઇન્ડો સ્પેસિફિક રિજનમાં તેના પ્રભાવમાં વધારો કરવાના મુદ્દાને અલગ તારવ્યો છે. આ વિસ્તારમાં ઝડપથી વધી રહેલા મધ્યવર્ગનો આર્થિક લેવા પર તથા રિજનમાં ચીનની મહત્ત્વકાંક્ષાને પડકારવા પર પણ બ્રિટનની નજર છે.