પાકિસ્તાનની મિલિટરીએ મંગળવારે દાવો કર્યો હતો કે તેના નૌકાદળે ગયા સપ્તાહે ભારતીય સબમરિનને તેની જળસીમાં પ્રવેશ કરતી અટકાવી હતી.મિલિટરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 16 ઓક્ટોબરની છે. પાકિસ્તાન નેવીના પેટ્રોલ વિમાને ભારતની સબમરીનને શોધી કાઢી હતી. નૌકાદળે 16 ઓક્ટોબર 2021ના રોજ ભારતીય સબમરીનને પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશતી શોધી કાઢીને તેને અટકાવી દીધી હતી.
નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે હાલની સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનું નૌકાદળ દેશની દરિયાઇ સીમાના રક્ષણ માટે ચાંપતી દેખરેખ રાખે છે.પાકિસ્તાન નૌકાદળના લોંગ રેન્જ મેરિટાઇમ પેટ્રોલ વિમાન દ્વારા ભારતીય નૌકાદળની સબમરીનને શોધી કાઢવામાં આવીને ટ્રેક કરાઈ હોય તેવી આ ત્રીજુ ઘટના છે. આર્મીએ આ કથિત ઘટનાના શોર્ટ ફૂટેજ પણ જારી કર્યાં હતા.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ માર્ચ 2019માં આવી ઘટના બની હતી. તે સમયે નેવીએ ભારતીય સબમરીનને તેની દરિયાઈ સીમામાં પ્રવેશ કરતી અટકાવી હતી. તે સમયે પાકિસ્તાન નેવીએ એક નિવેદનમાં જણાવ્યુયં હતું કે પાકિસ્તાનના નૌકાદળે સબમરિનને ભગાડવા માટે તેની સ્પેશ્યલ સ્કીલનો ઉપયોગ કર્યો હતો અને તેને પાકિસ્તાનની જળસીમા પ્રવેશથી સફળતાપૂર્વક અટકાવી હતી.અગાઉના નિવેદનમાં દાવો કરાયો હતો કે ભારતીય સબમરીને નવેમ્બર 2016માં પણ આવો પ્રયાસ કર્યો હતો, પરંતુ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.