ટેરર ફંડિગને કારણે પાકિસ્તાન FATFની આગામી બેઠક સુધી ‘ગ્રે લિસ્ટ’માં રહે તેવી શક્યતા છે. ગ્લોબલ મની લોન્ડરિંગ એન્ડ ટેરર ફાઇનાન્સિંગ પર નજર રાખતી એજન્સીની બેઠક એપ્રિલ 2022માં યોજવાની છે, એમ મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ફોર્સ (FATF)નું 19થી 21 ઓક્ટોબર સુધી ત્રણ દિવસનું સેશન યોજી રહ્યું છે અને એવી ધારણા છે કે મંગળવારના સેશનમાં માહિતી આપવામાં આવશે કે પાકિસ્તાને હજુ પણ FATFના માપદંડ પૂરા કર્યા નથી. જર્મન મીડિયા હાઉસને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે FATF એપ્રિલ 2022માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર મૂકવાનો નિર્ણય કરી શકે છે.
ત્રાસવાદી માટે ફંડિગ તરફ દોરી જતાં મની લોન્ડરિંગને ડામવામાં નિષ્ફળતા બદલ FATFએ જૂનમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું હતું. તે સમયે હાફીઝ સઇદ અને મસૂદ અઝહર જેવા ત્રાસવાદીઓ સામે પગલાં લેવાની તાકીદ કરવામાં આવી હતી.