આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ભાજપ આ ચૂંટણીમાં ઓછામાં ઓછા 100 નવા ચહેરા મેદાનમાં ઉતારશે. પાટિલે હિંમતનગરમાં પક્ષના કાર્યકરો વચ્ચે આ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જૂના ચહેરાનું સ્થાન લેશે. અહીં હાજર હાલના ધારાસભ્યે આ સંદેશને વ્યક્તિગત ન માનવો જોઇએ. પાટીલે જણાવ્યું કે, હાલ 182માંથી 70 બેઠકો ભાજપ પાસે નથી. આ 70 બેઠકોની સાથે સાથે 30 વર્તમાન ધારાસભ્યોની જગ્યાએ નવા ચહેરા ચૂંટણી લડી શકે છે.
પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા પણ અહીં સ્થાયી નથી. એક સાંસદ તરીકે હું પણ પરમેનન્ટ નથી. આ વાતને લઈ કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી.
પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, કોઈ પણ કાર્યકર ટિકિટની માગણી કરી શકે છે, તેમણે એવું કરવું જ જોઈએ. પાર્ટીએ સંગઠનમાં તદ્દન નવા ચહેરાને સ્થાન આપ્યું છે. તેવામાં નવા ચહેરાઓને પણ ચૂંટણીમાં તક મળી શકે છે.
પાટીલે જણાવ્યું કે, ટિકિટ આપતા પહેલા પાર્ટી 5થી 6 અલગ અલગ સર્વે કરાવે છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યએ કેટલું કામ કર્યું છે અને કેટલું કામ યોગ્ય નથી કર્યું તેના આધાર પર ટિકિટનો નિર્ણય લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં જ નો-રીપિટ થિયરીના આધાર પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ પ્રધાનોને