યુનાઇટેડ આરબ અમિરાતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્શિયલ બાબતોના પ્રધાન શેખ મન્સુર બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં એક્સ્પો 2020 દુબઇમાં BAPS હિન્દુ મંદિરના મોડલનું નિરીક્ષણ કર્યું હતું અને આ ભવ્ય મંદિર અંગે રસ લીધો હતો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે દુબઈ ખાતેના ઇન્ડિયન કોન્સલ જનરલ ડો. અમન પૂરી પણ હતા. આ મંદિર યુએઇનું પ્રથમ હિન્દુ મંદિર છે.
ડિસેમ્બર 2019માં BAPS મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયો છે. આ ભવ્ય મંદિર ભારત અને યુએઇ બંને દેશોની રાજકીય નેતાગીરીએ હૃદયપૂર્વક સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ મંદિર સુખ અને સંવાદિતતાનો સંદેશ આપે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2018માં વિડિયો કોન્ફરન્સ મારફત આ મંદિરના શિલારોપણની વિધી કરી હતી.
આ મંદિર આશરે 20,000 ચોરસમીટર એરિયામાં નિર્માણ થઈ રહ્યું છે. ભવ્ય મંદિર સંકુલમાં હિન્દુ શાસ્ત્રો, ધાર્મિક પ્રકાશન અને પ્રાચિન સ્ટોર વગેરે હશે. ગયા વર્ષે મંદિરને બેસ્ટ કોમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો.