પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં સોનામાં રોકાણ કરવાનો નવો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. શેરની જેમ સોનાની ખરીદી અને વેચાણ માટે હવે ગોલ્ડ સ્પોટ એક્સચેન્જને મંજૂરી આપવામાં આવી છે. મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી સ્પોટ ગોલ્ડ એક્સચેન્જને મંજૂરી આપી છે. શેરની જેમ જ સોનું ખરીદી અને વેચી શકાશે. ગોલ્ડ એક્સચેન્જ પણ ઘણા ખરા અંશે સ્ટોક એક્સચેન્જની જેમ જ એક માર્ટેક તરીકે કામ કરશે. આ માર્કેટમાં લોકો સોનાની ખરીદી અને વેચાણ કરવા માટે ઓર્ડર આપી શકશે. ખરીદનારાઓને ગોલ્ડ ઓર્ડરની ડિલિવરી કરવામાં આવશે.

રોકાણકાર ફિઝિકલ ડિલિવરી નહીં લેવાનો નિર્ણય પણ કરી શકે છે અને બાદમાં નફો થાય ત્યારે વેચી શકે છે. હાલમાં વિશ્વના ઘણા દેશોમાં ગોલ્ડ એક્સચેન્જ છે. ચીનના શાંઘાઈ, હોંગકોંગ અને યુકેમાં લંડન, અમેરિકામાં ન્યૂયોર્ક વિશ્વના સૌથી જાણીતા ગોલ્ડ એક્સચેન્જ છે. અહીં મોટા પ્રમાણમાં સોનાનો કારોબાર થાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો કન્ઝ્યુમર અને ઈમ્પોર્ટર દેશ છે. તેવામાં ગોલ્ડ એક્સચેન્જ બનવાથી ઘણા ફાયદા થશે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સામાન્ય લોકોને પણ ઘણા ફાયદા થશે. એક તો સ્પોટ ગોલ્ડ એક્સચેન્જમાં સતત સોનાનું ખરીદ-વેચાણ થતું રહેશે.