ભારત દુબઇના બીજા ક્રમના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઊભર્યું છે. બંને દેશો વચ્ચે 2021ના પ્રથમ છ મહિનામાં 38.5 બિલિયન દિરહામનો વેપાર થયો હતો.
દુબઈનો સૌથી મોટો વેપાર ભાગીદાર ચીન છે, એમ 26 સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં જણાવ્યું હતું. દુબઈનો ભારત સાથેનો વેપાર 2021ના પ્રથમ છ મહિનામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 74.5 ટકા વધ્યો હતો. દુબઇ સરકારના નિવેદન અનુસાર, ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિકમાં અમીરાતનો અને ચીન વચ્ચેનો વેપાર 86.7 બિલિયન દિરહામ રહ્યો હતો. ચીન સાથેના વેપારમાં વાર્ષિક ધોરણે ૩૦.૭ ટકા વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં અમેરિકાએ દુબઈ સાથે 32 બિલિયન દિરહામનો વેપાર કર્યો હતો જે વાર્ષિક ધોરણે ૬૩૭.૪૮ બિલિયન રૂપિયાથી માત્ર ૧ ટકા વધારે છે. સાઉદી અરેબિયા 30.5 બિલિયન દિરહામના વેપાર સાથે ટ્રેડ પાર્ટનરમાં ચોથા ક્રમે છે.