બોલીવૂડ બાદશાહ-બાઝિગર શાહરુખ ખાનને તાજેતરમાં એક અનોખું સન્માન પ્રાપ્ત થયું છે. તેને આ સન્માન કોઇ એવોર્ડ તરીકે મળ્યું નથી. પરંતુ તેનું નામ ઇન્ડિયન સાઇન લેન્ગવેજ ડિકશનરીમાં સામેલ થયું છે. દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના દિવસને ઇન્ટરનેશનલ સાઇન લેન્ગવેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં દિવ્યાંગ લોકોની મુશ્કેલીને ઓછી કરવા માટે ભારતીય સાંકેતિક ભાષાના શબ્દકોશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ડિકશનરીમાં શાહરુખ ખાનને પણ સામેલ કરવામાં આવ્યો છે.
આ ડિકશનરીમાં લગભગ દસ હજાર જેટલા સાંકેતિક શબ્દો છે જેમાંનો એક શાહરુખને સંબંધિત છે. શાહરુખ ખાનનું નામ દર્શાવવા માટે જમણા હાથની બે આંગળીઓને બંદૂકની માફક પડકવીને હૃદય પર બે વખત ટેપ કરવું પડશે.
સાઇન લેન્ગવેજ ડિકશનરીની જૂની આવૃત્તિમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા જેવા અભિનેતાઓને પણ સ્થાન મળ્યું છે.