અમેરિકાના લેઉવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન (LPS)એ જયદેવ એન્ડ પૂર્ણિમા ફાઉન્ડેશનના સહયોગમાં સંયુક્ત રીતે 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે 100,000 ડોલરની સ્કોલરશિપ્સનું વિતરણ કર્યું છે. LPS ફાઉન્ડેશનને આ વર્ષે આ પ્રતિષ્ઠિત સ્કોલરશિપ્સ માટે સો અરજીઓ મળી હતી.
ફાઉન્ડેશને સ્કોલરશીપ વિજેતા તમામ વિદ્યાર્થીઓને તેમના સખત પરિશ્રણ અને સમર્પણ માટે માટે અભિનંદન આપ્યા હતા.
આ વર્ષના ટોચના અચિવર્સમાં (1) બ્રિજેશ જે. પટેલ, થોમસવિલે, નોર્થ કેરોલીના (2) રાધા સી. પટેલ, ગુઝ ક્રીક, સાઉથ કેરોલીના, (3) રીકેશ એ. પટેલ, એપોપ્કા, ફ્લોરિડા (4) દિલાન કે. પટેલ, રોમ, જ્યોર્જિયા (5) ઇવાની એન. પટેલ, કેનેસો, જ્યોર્જિયા અને (6) સિમરન એ. પટેલ, એટલાન્ટા, જ્યોર્જિયાનો સમાવેશ થાય છે.
ફાઉન્ડેશને જણાવ્યું હતું કે અમે ઉદાર હાથે દાન આપવા બદલ કમ્યુનિટી દાતાઓ તથા જયદેવ અને પૂર્ણિમા પટેલનો અભાર માનીએ છીએ. LPS ફાઉન્ડેશનની સ્થાપના 2000માં થતા પછી એ સતત પ્રગતિના પંથે છે. અમે ફાઉન્ડેશનના પ્રોગ્રામ માટે ઉદાર હાથે દાન કરવાનો પણ વ્યાપક સમાજને અનુરોધ કરીએ છીએ.