કેમિકલ, સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ્સ જેવા બિઝનેસના મૂલ્યમાં વધારાને ભારતે છેલ્લા 12 મહિનામાં દર મહિને પાંચ બિલિયોનેર્સમાં વઘારો થયો છે. બિલિયનેર્સમાં ગૌતમ અદાણી અને પરિવાર રૂ. 5.1 લાખ કરોડની એસેટ સાથે (261%ની વૃદ્ધિ) સાથે પહેલીવાર એશિયાના બીજા સૌથી વધુ ધનિક બન્યા છે. તેમના પરિવારે ગયા વર્ષની સરખામણીમાં એક દિવસમાં 1 હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં જણાવામાં આવ્યું છે. આ યાદીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેક્સિન કિંગ તરીકે ઓળખાતા સાયરસ એસ પૂનાવાલા, 1,63,700 કરોડ રૂપિયાની એસેટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યાં હતા. આઈઆઈએફએલ હેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા દસ વર્ષ પહેલા માત્ર 100થી વધીને આજે 1,007 થઈ ગઈ છે.
મુકેશ અંબાણી (ઉંમર 64) 7.2 લાખ કરોડ રૂપિયાની સાથે સતત 10મા વર્ષે સૌથી ધનિક ભારતીય બન્યા છે. કોમોડિટીની કિંમતોમા વધારો થવાથી લક્ષ્મી મિત્તલ (ઉંમર 71) અને કુમાર મંગલમ બિરલા (ઉંમર 54) સહિતના ધનાઢ્ય ભારતના ટોપ 10મા સામેલ થયા છે.
ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી, જેઓ દુબઈમાં ટ્રેડિંગ બિઝનેસ ધરાવે છે, તેમણે પણ બિરલાની સરખામણીમાં ટોપ 10મા સ્થાન મેળવ્યું છે, તેમની સંપત્તિ ત્રણ ગણી વધીને 1.31 લાખ કરોડ રૂપિયા થઈ છે.છેલ્લા એક દશકામાં સંપત્તિ સર્જનની સૌથી ઝડપી ગતિ જોવા મળી છે, જેમાં ભારતના ધનિકોએ છેલ્લા 10 વર્ષથી રોજની 2,020 કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. હુરુન કે જે આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટની સાથે મળીને ભારતના અતિ-ધનિકોની યાદી તૈયાર કરે છે, તેણે આ વર્ષના રેન્કિંગમાં છેલ્લા એક દશકાના ટ્રેન્ડને પણ દર્શાવ્યા છે.