જ્યના મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સક્રિય થયા છે. ભારે વરસાદ બાદ પ્રભાવિત રાજકોટ, જૂનાગઢ, જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પરિવારો અને પશુપાલકો માટે સરકારી સહાયના ધોરણો વધારે ઉદાર બનાવવામાં આવવાનો નિર્ણય લેવાયો છે. કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત આ બેઠકમાં કરવામાં આવી છે.
ગુજરાતમાં પૂર જેવી કુદરતી આપત્તિમાં લોકોને ચુકવાતી સરકારી સહાયમાં રાજ્ય સરકારે બુધવારે મોટો વધારો કર્યો છે. મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો એટલે કે કુદરતી આફતોનો ભોગ બનેલા માટે રાજ્ય સરકારે સરકારી સહાયમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યમાં ભારે વરસાદ બાદ પ્રભાવિત રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં અસંખ્ય લોકોને અસર થઈ છે. પશુપાલકોને અને મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હવે પૂર અસરગ્રસ્તોને જે 4100 રૂપિયાની સહાય મળતી હતી તે હવે 10 હજાર રૂપિયા કરવામાં આવી છે. દૂધાળા પશુઓનાં મોત થયા હશે તો તેઓને 50 હજારની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયની રકમ અગાઉ 30 હજાર રૂપિયા હતી. જો કે, આ સહાય માત્ર પૂરગ્રસ્ત પીડિતો માટે જ છે.ઘરવખરી સહાયમાં રૂપિયા 3200નો વધારો કરી હવે પરિવાર દીઠ રૂ. 7000 અપાશે. વરસાદમાં નાશ પામેલા ઝૂપડાના કેસમાં રૂ. 5900નો વધારો કરી ઝૂંપડા દીઠ રૂ. 10,000 મળશે. અંશતઃ નુકસાન પામેલા પાકા મકાનની સહાય પેટે રૂ. 15,000 મળશે. ઘેટાં-બકરાં જેવા દૂધાળા પશુઓના મૃત્યુના કેસમાં પશુ દીઠ રૂ. 5000 મળશે.
આ અંગેની જાહેરાત કરતાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર વાઘાણીએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ માટે બાંધવાના ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું છે. જેથી SDRFના રૂ. 2100 ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. 2900 વધારાના મળી કુલ રૂ. 5000ની સહાય શેડ-ગમાણ દીઠ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન લીધો છે. રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ માટે તત્પર છે. આ સિવાય આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચૂકવણી માટેના જરૂરી આદેશો પણ આપી દેવાયા છે.