ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ટી-20 વર્લ્ડકપ પછી કોચપદેથી રાજીનામુ આપવાનો ઈશારો કર્યો છે.
શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, કોચ તરીકે એ તમામ સિદ્ધિઓ મને મળી છે જેનુ મેં સપનુ જોયુ હતુ. શાસ્ત્રીએ એક બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોચ તરીકે મને બધું મળ્યું છે. કોહલી સાથેના તનાવપૂર્ણ સંબંધો પછી અનિલ કુંબેલે કોચપદેથી રાજીનામું આપ્યું હતું અને શાસ્ત્રી ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો હતો. શાસ્ત્રીની આગેવાની હેઠળ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરિઝમાં વિજય મેળવ્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી હતી.
શાસ્ત્રીએ પોતાની સિધ્ધિ ગણાવતા કહ્યુ હતુ કે, પાંચ વર્ષ ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર વન રહી છે. ઓસ્ટ્રેલિયામાં બે વખત સિરિઝ જીતી છે. ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડની ધરતી પર હરાવ્યુ છે. ક્રિકેટ રમતા તમામ દેશને આ સમયગાળમાં તેમની ધરતી પર હરાવ્યા છે. ટી-20 વર્લ્ડકપ ટીમ જીતશે તો સોનામાં સુગંધ ભળશે.