સૌરાષ્ટ્રમાં પુરપ્રકોપને કારણે એક જ દિવસમાં અંદાજે 400 કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે જેમાં જામનગર જિલ્લામાં ખેતીવાડીને સર્વાિધક 150 કરોડની નુકશાની સાથે જિલ્લામાં 250 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. અલબત સતાવાર સુત્રોએ નુકસાની પ્રાથમિક અંદાજ જાહેર કર્યો છે. તેના કરતાં નુકશાની હોવાની સંબભાવના છે.
સૌરષ્ટ્રમાં મેઘતાંડવને લીધે જામનગર જિલ્લામાં ખેતીવાડીને 40થી 45 કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ માંડવામાં આવ્યો છે. અલબત અનેક ગામડાઓમાં પુરના પાણી ખેતરોમાં ઘુસી ગયા છે. માટી ધોવાઈ ગઈ છે. મગપલી અને કપાસ સહિતનું વાવેતર સાફ થઈ ગયું હોવાથી 150 કરોડનું નુકશાન ખેડૂતોને થયું હોવાની શક્યતા તજજ્ઞાોએ દર્શાવી છે.
એ જ રીતે સંખ્યાબંધ પશુઓ ધસમસતા પુરમાં તણાઈ ગયા છે. સંખ્યાબંધ રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા હોવાથી 50તી 60 કરોડનું નુકશાન રસ્તા અને પુલોને થયું હતું. સરકારી જૂની ઈમારતોને પણ ભારે નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા જરૂરિયાતમંદ અનેક પરિવારોની ઘરવખરી તણાઈ ગઈ છે. તેમજ મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.