યામી ગૌતમે આ વર્ષે 4 જુનના રોજ ફિલ્મ ડાયરેકટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. તેણે જણાવ્યું છે કે, બોલીવૂડમાં તેનો કોઇ ગોડફાધર નથી. યામીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની કારકિર્દી અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2012માં તેણે વિકી ડોનર ફિલ્મથી બોલીવૂડમાં પદાપર્ણ કર્યું હતું.
જોકે, અભિનયની શરૂઆત તેણે ટીવી સીરિયલ ચાંદ કે પાર ચલો…થી કરી હતી. આવતા વર્ષે યામી પોતાની કારકિર્દીનો એક દાયકો પૂર્ણ કરશે. તેણે જણાવ્યું હતું કે, મેં મારી આવડત અને નસીબના આધારે પર બોલીવૂડમાં કારકિર્દી બનાવી છે. મને કોઇનું માર્ગદર્શન કે કોઇની મદદ મળી નહોતી. લોકો તો વારંવાર સલાહ આપ્યા કરતા હોય છે, પરંતુ જે તે વ્યક્તિએ પોતાની રીતે એ નિર્ણય લેવાનો હોય છે કે, તેણે કઇ વાતનો અમલ કરવાનો છે અને કઇ વાતને ધ્યાનમાં લેવાની નથી. યામીની નવી ફિલ્મ સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેકલિન ફર્નાન્ડિઝની સાથે ભૂત પોલીસ છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ઉપરાંત અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર સાથે ફિલ્મ દસમીમાં પણ જોવા મળશે.