જાણીતા પીઢ અભિનેતા નસીરુદ્દિન શાહે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું સમર્થન કરનારા તત્વોની આક્રમક ટિકા કરી હતી. હવે તેઓ પણ કહે છે કે, સલમાન ખાન, આમીર ખાન અને શાહરુખ ખાન આ મુદ્દે કેમ કોઇપણ પ્રકારનું નિવેદન આપતા નથી.
નસીરુદ્દિન આ અંગે કહે છે કે, આ ત્રણ વતી તો હું બોલી શકું નહીં પણ મને લાગે છે કે, તેઓ વિચારતા હશે કે જો અમે કોઈ વાત પર બોલીશું તો તેના કારણે અમને ટાર્ગેટ બનાવવામાં આવશે. તેમની પાસે ગુમાવવા માટે ઘણું બધું છે એટલે માત્ર આર્થિક રીતે જ નહીં પણ તેમને બીજી ઘણી રીતે પરેશાન કરવામાં આવશે. જે લોકો જમણેરી વિચારધારા સામે બોલશે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે નક્કી છે. આ વાત માત્ર મારા સુધી મર્યાદિત નથી. બીજાને પણ લાગુ પડે છે. જોકે, હું બોલીવૂડમાં ક્યારેય ક્ટ્ટરતા કે ભેદભાવનો શિકાર બન્યો નથી પણ જ્યારે મેં અભિનયની શરૂઆત કરી ત્યારે મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, તે વખતે મને ખબર નહોતી કે તેનો ફાયદો થશે કે નુકસાન. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માતાઓ પર સરકારનુ સમર્થન કરતી ફિલ્મો બનાવા પર દબાણ થઈ રહ્યું છે. સરકારના પ્રચાર પર ફિલ્મ બનશે તો તેને ફાયદો થશે તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.