બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં ધરપકડના બે મહિના બાદ સોમવારે મુંબઇની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કોર્ટે જામીન પર મુક્ત કરતાં પહેલા રૂા. 50,000ના જમીન ચુકવવા માટે આદેશ કર્યો હતો. આ બ્રિટિશ બિઝનેસમેનની 19 જુલાઈએ ધરપકડ થઈ હતી.
પોર્નોગ્રાફી કેસમાં ગયા ગુરુવારે મુંબઈ પોલીસે 1,400 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. રાજ કુન્દ્રાએ શનિવારે જમીન અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તપાસ પૂરી થઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જમીનમાં અરજીમાં તેમને એવો આક્ષેપ કર્યો હતો કે તેમને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે અને ચાર્જશીટમાં મૂકવામાં આવેલા આરોપના કોઇ પુરાવા નથી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ કુન્દ્રા મુખ્ય ફેસિલિટેર છે અને બીજા આરોપીઓની મદદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતી યુવતીઓનું શોષણ કર્યું છે.