ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 8 કેસ નોંધાયા હતા અને સામે 15 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 136 થઈ હતી, જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 133 દર્દીઓ સ્ટેબલ હતા.
રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 8,15,505 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 10082 નોંધાયો છે. રવિવારે સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરા (જિલ્લા) અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો હતો.
20 સપ્ટેમ્બર, 2021 સોમવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત AMTS-BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પૂલ, એએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીટી સિવિક સેન્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડિંગ્સમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટનો ફરજિયાત બનાવવામાં આવ્યું છે.