યુએસ ઓપન વુમેન ફાઇનલમાં બ્રિટનની 18 વર્ષની એમ્મા રાડુકાનુએ કેનેડાની 19 લેહલાહ ફર્નાન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી પ્રથમ ક્વાલિફાયર બની છે.
150મો ક્રમ ધરાવતી રાડુકાનુ ગ્રાન્ડ સ્લેમ જીતનારી 44 વર્ષમાં પ્રથમ બિટિશ વુમેન બની છે. તેને ફાઇનલમાં ફાઇનલમાં 73મી ક્રમાંકિત ફર્નાન્ડિઝને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.
1977માં વિમ્બ્લડનમાં વર્જિનિયા વેડ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા પછી કોઇ બ્રિટિશ વુમેન સ્લેમ ટાઇટલ જીતી શકી ન હતી. 1968માં વેડ પછી યુએનસ ઓપન ટાઇટલ જીતનારી રાડુકાનું પ્રથમ બ્રિટિશ વુમેન બની છે.
રાડુકાનું પ્રોફેશનલ ટેનિસના યુગમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર પહેલી ક્વોલિફાયર છે. પોતાની બીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી રહેલી રાડુકાનૂએ યુએસ ઓપનમાં અત્યાર સુધીમાં પોતાના તમામ 18 સેટ જીત્યા છે. તેમાં ક્વોલિફાઈંગ દોરની 3 અને મુખ્ય ડ્રોની 6 મેચનો સમાવેશ થાય છે. રાડુકાનૂને મુખ્ય ડ્રોમાં પહોંચવાની આશા નહોતી પરંતુ તેણે આજે ફાઈનલ પોતાના નામે કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
કેનેડમાં ટોરન્ટોમાં 13 નવેમ્બર 2002 માં જન્મેલી રાડુકાનુ જ્યારે 2 વર્ષની હતી ત્યારે પરિવાર ઇંગ્લેન્ડ શિફ્ટ થઇ ગયો હતો. પરિવારમાં કોઇ પણ રમત સાથે જોડાયેલું નથી. રાડુકાનુના પિતા ઇયાન રોમાનિયાના જ્યારે માતા રેની ચીનની છે. બંને ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરે છે.
રાડુકાનુના સોશિયલ મીડિયાના બાયોમાં લખ્યું છે, લંડન, ટોરન્ટો, બુકારેસ્ટ, શેનયાંગ. તે વર્ષમાં બેવાર બુકારેસ્ટ (રોમાનિયા) જાય છે. રાડુકાનુ ચીનની ટેબલ ટેનિસ એકેડેમીમાં રમવા માટે જતી હતી. તાઇવાનના ટીવી શોની ફેન રાડુકાનુને મેડેરિન ભાષા બોલતા આવડે છે. રોમાનિયાની સિમોના હાલેપ અને ચીનની લી ના તેની રોલ મોડલ છે. રાડુકાનુએ 2018માં પ્રોફેશનલ ટેનિસમાં કારકિર્દી શરૂ કરી.