બોલીવૂડમાં હંમેશા વિવાદોમાં રહેલી કંગના રનૌતે પોતાની નવી ફિલ્મ ધાકડનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને અત્યારે ફિલ્મ તેજસનું શૂટિંગ કરી રહી હોવાનું કહેવાય છે. જોકે, તેની ફિલ્મ ધાકડ માટે તે વધુ ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મમાં તે ભરપૂર એકશન દ્રશ્યો કરતી જોવા મળશે.
આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા એક એજન્ટ તરીકેની છે પરંતુ તેમાં 10 વિવિધ કિરદારોમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં માનવ તસ્કરી કરનારી ટોળકીને પકડવા માટે કમર કસતી જોવા મળશે. જેના માટે તેણે તવાયફ, બાર ડાન્સર તો કદી એજન્ટ તેમજ વિવિધ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં મારધાડના દ્રશ્યો માટે ચાર એકશન ડાયરેકટર્સ દ્વારા સ્ટંટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બૂડાપેસ્ટની લોકલ સ્ટંટ ટીમના જૈલો કોસાએ કંગનાના એકશન દ્રશ્યોનું ડાયરેક્શન કર્યું છે.