સરકારે તહેવારોની સિઝન પહેલા જ્વેલર્સને મોટી રાહત આપતા ગોલ્ડ હોલમાર્કિંગની મહેતલ ત્રણ મહિના લંબાવવી દીધી છે. હવે નવી ડેડલાઇન 30 નવેમ્બર હશે. અદગાઉ ગોલ્ડ હોલમાર્કિંગના અમલીકરણની ડેડલાઇન 31 ઓગસ્ટ હતી. જારી કરાયેલા માહિતી અનુસાર, “હોલમાર્કિંગ યુનિક આઈડી (HUID) નિયમો માત્ર હોલમાર્કિંગ સેન્ટર સુધી મર્યાદિત રહેશે, અને HUID દ્વારા જ્વેલર્સ અને ગ્રાહકોને પણ શોધી શકાશે નહીં.”
નોંધનિય છે કે, ફરજિયાત ગોલ્ડ જ્વેલરી હોલમાર્કિંગનો નિયમ 16 જૂન 2021ના રોજ લાગુ થયો છે. તેની પૂર્વે નવા ગોલ્ડ હોલમાર્કિંગ નિયમોની વિરુદ્ધ દેશભરના જ્વેલર્સોએ દેશભરમાં હડતાળ પાડી હતી, જેમાં દેશભરના લગભગ 350 જ્વેલર્સ-બુલિયન સંગઠનો જોડાયા હતા. સંગઠનનું કહેવુ છે કે, હોલમાર્કિંગ જટિલ પ્રક્રિયા છે અને તેમાં ઘણો સમય લાગે છે. તેનાથી મોટી કંપનીઓને બાદ કરતા નાના અને મધ્યમ કદના જ્વેલર્સોના કામકાજ ઠપ થઇ જશે. આ ઉપરાંત જ્વેલર્સોને વધુ એક રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હોલમાર્કિંગ યુનિટ આઇડી (HUID)નો નિયમ માત્ર હોલમાર્કિંગ સેન્ટર સુધી જ લાગુ થશે. હાલના સમયમાં દેશમાં 256 જિલ્લાઓમાં ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ લાગુ છે, જેમાં 40 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા જ્વેલર્સને તેમાં છુટછાટ આપવામાં આવશે.