(istockphoto.com)

ગ્રોસરી, ઇ-ફાર્મસી, પેમેન્ટ, ફેશન, ફર્નિચર પછી ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી હવે ક્વીસ સર્વિસ રેસ્ટોરા (ક્યુએસઆર) બિઝનેસમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યાં હોય તેમ લાગે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી સિંગલબ્રાન્ડ રેસ્ટોરા ચેઇન સબવે ઇન્ક પાસેથી આશરે 200થી 250 મિલિયન ડોલરમાં તેની ભારતીય ફ્રેન્ચાઇઝી ખરીદવાની મંત્રણા કરી રહી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકાના કનેક્ટિકલ ખાતે હેડક્વાર્ટર ધારવતી આ સેન્ડવિચ મેકર કંપની કેટલીક પ્રાદેશિક માસ્ટર ફ્રેન્ચાઇઝી મારફત ભારતમાં બિઝનેસ કરે છે.

સબ-વેમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી નાણાકીય સમસ્યા અને કોરોનાના કારણે બિઝનેસ પાર થયેલી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને, સબ-વે ઈન્ડિયાને રિલાયન્સ રિટેઈલને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડીલ થતાની સાથે જ, સબ-વેના ભારતમાં આવેલા 600 થી વધુ ફૂડ સ્ટોર પર રિલાયન્સ રિટેઈલ સ્વતંત્ર રીતે બિઝનેસ કરશે અને આ ડીલ લગભગ ₹1,488 કરોડથી ₹ 1,860 માં થાય, તેવી શક્યતા છે.

જો ડીલ થશે તો રિલાયન્સ ભારતના બજારમાં મેકડોનાલ્ડ, ડોમિનોઝ પિત્ઝા, બર્ગર કિંગ, સ્ટારબક્સ, પિત્ઝા હટ જેવી ગ્લોબલ ફૂડ બ્રાન્ડને ટક્કર આપી શકશે.