ચૂંટણીપંચે સોમવારે ગાંધીનગર મહાનગરપાલિકા તથા ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીએ 3 ઓક્ટોબરે યોજાશે અને પાંચ ઓક્ટોબરે રિઝલ્ટ આવશે. રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં ગાંઘીનગર મહાનગરપાલિકાની મોકુફ રાખવામા આવી હતી.
ગુજરાતના ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે 18 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે. જ્યારે 3 ઑક્ટોબરે મનપા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને 5 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન થશે.
આ સિવાય ઓખા અને થરા નગર પાલિકાની પણ ચૂંટણી યોજાશે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 3 બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. જ્યારે 7 જિલ્લા પંચાયતની 8 બેઠકો અને તાલુકા પંચાયતની 20 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.