દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગે રવિવારે એક્ટ્રેસ લીના મારિયા પોલની કથિત રૂા.200 કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરી હતી. લીના 2013માં આવેલી ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરી ચૂકી છે. તેના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર દ્વારા થોડા સમય પહેલા એક જાણીતા બિઝનેસમેનના પરિવાર પાસેથી 200 કરોડ રુપિયા પડાવાયા હતા.
ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર કાંડને તેણે દિલ્હીની તિહાર જેલમાં બેઠા-બેઠા જ અંજામ આપ્યો હતો.
તાજેતરમાં આ કેસમાં સુકેશ અને સાત અન્ય લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં એક બેંક મેનેજરનો પણ સમાવેશ થાય છે. સુરેશ વિરુદ્ધ પોલીસે મકોકા લગાવ્યો છે, જ્યારે લીના સહિતના લોકોને સહઆરોપી બનાવવામાં આવ્યાં છે. 23 ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવાા ઈડીએ આ કેસમાં 16 લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરી હતી. આ સિવાય ચેન્નૈમાં બીચ પર આવેલો એક બંગલો, 82.5 લાખ કેશ તેમજ 2 કિલો સોનુ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. લીનાની પૂછપરછ બાદ સુકેશની આ પ્રોપર્ટી અંગે જાણ થયા બાદ તેને જપ્ત કરવામાં આવી હતી.