કેરળના કોઝિકોડમાં રવિવારે નિપાહ વાઇરસથી 12 વર્ષના એક બાળકનું મોત થયું હતું. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ કેરળના કોઝિકોડમાં 19મે 2018એ સામે આવ્યો હતો. એક જૂન 2018 સુધી આ સંક્રમણના 18 કેસ સામે આવ્યા હતા અને 17 લોકોના મોત નીપજ્યા હતા ત્યારે કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહના કારણે 12 લોકોના મોત બાદ વિશેષજ્ઞોએ ચામાચિડીયાના નમૂના એકત્ર કર્યા હતા.
કેરળ કોરોના મહામારી સામે પણ ઝઝૂમી રહ્યો છે. શનિવારે કોરોનાના 29,682 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 17.54 ટકા નોંધાયો હતો. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 2 લાખ 50 હજાર 65 છે. રાજ્યમાં આ દરમિયાન 142 લોકોએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો અને કુલ મૃત્યુ દર વધીને 21,422 થઈ ગયો છે.