)

નવા આંકડા મુજબ 65 હજારથી વધુ હોંગકોંગવાસીઓએ બ્રિટનના પાંચ વર્ષીય વિઝા સ્કીમમાં અરજી કરી છે. એપ્રિલ અને જૂન વચ્ચે હોમ ઓફિસને બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) ના નાગરિકો માટે ઇમિગ્રેશન માટે 30,600 અરજીઓ મળી છે.
આ સીસ્ટમ અંતર્ગત 5.4 મિલિયન હોંગકોંગવાસીઓને પાંચ વર્ષના વિઝા મળે છે અને બ્રિટિશ નાગરિકત્વ માટેનો માર્ગ ખુલે છે, જે ગત વર્ષે ચીન દ્વારા લાગુ કરવામાં આવેલા નવા સુરક્ષા કાયદા પછી 31 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલ છે.
આ સ્કીમના પ્રથમ બે મહિનામાં જેમણે 34,300 અરજી કરી હતી તેની તુલના વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં કરેલી અરજીઓની સંખ્યા સાથે કરવામાં આવી હતી. હોમ ઓફિસે ખાતરી કરી છે કે જુનથી વધુ અરજી થઇ છે, અને તેની કુલ સંખ્યા 65 હજારથી વધુ છે. હોમ ઓફિસને સ્કીમના પ્રથમ પાંચ વર્ષમાં અંદાજે ત્રણ લાખ અરજી આવવાની અપેક્ષા છે.
જોકે, અરજદારો દ્વારા કરવામાં આવતો ખર્ચ હોંગકોંગમાં ઘણા લોકો માટે અવરોધરૂપ બને છે. દર વર્ષે ફરજિયાત એનએચએસનો સરચાર્જ 624 પાઉન્ડ છે, જે વિઝાના 250 પાઉન્ડના ખર્ચ કરતા વધારાનો છે. જેને પાંચ વર્ષ માટે સંપૂર્ણ ભરવાનો હોય છે એટલે કે, એક વ્યક્તિને દર વર્ષે 3370 પાઉન્ડનો ખર્ચ થાય છે.
ચાર વ્યક્તિના એક પરિવારે અંદાજે 13,500 પાઉન્ડ ચૂકવવા પડશે. આ ઉપરાંત અઢી વર્ષની સ્કીમ પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત વ્યક્તિ 2389 પાઉન્ડના ખર્ચે કાયમી નિવાસ અને પાંચ વર્ષ રહેવા માટે અનિશ્ચિત સમય સુધીની રજા માટે અરજી કરી શકે છે. વધારાના એક વર્ષ પછી, તેઓ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી શકે છે, જેનો ખર્ચ 1206 પાઉન્ડ છે.
જેમને BNO વિઝા મળ્યા છે તેઓ કલ્યાણકારી લાભો માટે હકદાર નથી, સિવાય કે તેઓ જ્યાં સુધી તે પોતાના સ્થાનિક સત્તાતંત્રને એ બાબતના પૂરાવા ન આપી શકે કે તેઓ મદદ વગર નિરાધાર થઇ જશે. BNO વિઝાધારકો દેશમાં આવી શકે છે અને કામ કરી શકે છે, અભ્યાસ કરી શકે છે અથવા કંઇ ન કરે.