આ અહેવાલમાં અશ્વેત ઉમેદવારોની સરખામણીમાં શ્વેત લોકોની સફળતાની અપ્રમાણસર પ્રકૃતિને પણ પ્રકાશિત કરવામાં આવી છે. તે દર્શાવે છે કે શ્વેત અરજદારોની શોર્ટલીસ્ટેડ થવાની શક્યતા અશ્વેત લોકો કરતા બમણી છે. શ્વેત અરજદારોની સરખામણીમાં અશ્વેત ઉમેદવારોને પોસ્ટ માટે ભલામણ થવાની શક્યતા લગભગ ત્રણ ગણી ઓછી છે.
જજીસ બેરિસ્ટર, લૉયર્સ અને ચાર્ટર્ડ લીગલ ક્ઝીક્યુટીવ્સમાંથી બને છે. ગરવી ગુજરાતે ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરવાનું ચાલુ રાખ્યું છે, અને સરકાર તેનું કેવી રીતે અર્થઘટન કરવાનું પસંદ કરે છે તે જાણવા અમે આંકડાઓની તપાસ કરી રહ્યા છીએ. જો કે ક્યારેક આ મેસેજિંગ ગૂંચવણ ઉભી કરે છે.
ઉદાહરણ તરીકે, ડાઇવર્સીટી ઇન જ્યુડીશીયરી 2020ના અહેવાલમાં, લેખકોએ ચોંકાવનારો પ્રકાશ પાડ્યો છે: “વ્યવહારમાં, જ્યુડીશીયલ ભૂમિકાઓ માટે મોટાભાગના અરજદારો પાસે ન્યૂનતમ અનુભવ કરતાં વધુ હોય છે. પાંચ વર્ષ કે તેથી વધુ અનુભવની જરૂર હોય તેવી કોર્ટ અને ટ્રિબ્યુનલ પોસ્ટ માટે, અરજદારો પાસે સરેરાશ 15 વર્ષનો અનુભવ હોય છે. 15 કે તેથી વધુ વર્ષનો PQE (પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ) ધરાવતા લોકોમાં 14 ટકા બેરિસ્ટર્સ, 12 ટકા સોલિસિટર અને ત્રણ ટકા ચાર્ટર્ડ લીગલ એક્ઝિક્યુટિવ્સ BAME વ્યક્તિઓ હતા. સાત વર્ષ કે તેથી વધુ અનુભવની જરૂર હોય તેવી કોર્ટ અને ટ્રિબ્યુનલ પોસ્ટ માટે, અરજદારોને સરેરાશ 20 વર્ષનો અનુભવ હોય છે. 20 કે તેથી વધુ વર્ષનો PQE ધરાવતા લોકોમાં 12 ટકા બેરિસ્ટર અને 9 ટકા લોયર્સ BAME વ્યક્તિઓ હતા.”
જ્યુડીશીયરી જાણે છે કે કેટલાક વિભાગોમાં, અશ્વેત પ્રતિનિધિત્વ “સામાન્ય રીતે વધુ વરિષ્ઠ નિમણૂકો માટે ઓછું હતું (દા.ત., અપીલ કોર્ટ, હાઇકોર્ટ અને સર્કિટ જજ)”. 2020 ની જેમ, આ વર્ષે, કેટલીક કેટેગરીમાં, જેમ કે હેડ ઓફ ડિવિઝન જજ, જજ અને ડેપ્યુટી જજ એડવોકેટ્સમાં એક પણ અશ્વેત વ્યક્તિ નથી.