ધ રાઇટ સૉર્ટ ઓફ ગર્લ એક એવી છોકરીની વાર્તા છે જે ક્યારેય ક્યાંય ફિટ થતી નથી. ટીવી અને રેડિયો પ્રેઝન્ટર અનિતા રાનીનું આ અતુલ્ય પ્રથમ સંસ્મરણ એટલે ધ રાઇટ સૉર્ટ ઓફ ગર્લ. ઉર્જા, આનંદ અને ચાર્મથી ઝળહળતી, ધ રાઈટ સૉર્ટ ઓફ ગર્લ એ એવી યુવતીની ઓળખની વાત છે જે યુવાનીના ઉંબરે આવીને ઉભી છે અને તેના ઘણા અરમાનો છે, તેણીને ઘણું કરવું છે.
ઘરે ભારતીય વિશ્વ અને ઘરના દરવાજાની બહાર બ્રિટીશ વિશ્વમાં અનુકુલન કરવા પ્રયાસ કરતી અનિતા રાની એક એવી છોકરી હતી જે ક્યાંય ફિટ થતી ન હતી. તે હંમેશા બહાર અલગ જ તરી આવતી હતી. મેરીની ભૂમિકા ભજવવાથી લઈને પોતાના પંજાબી પરિવાર સાથે એંસીના દાયકામાં યોર્કશાયરમાં ઉછરવા સુધી તેનામાં હંમેશા વૈવિધ્ય જોવા મળતું. તે તેના માતાપિતાની માલિકીની ફેક્ટરીમાં સાંજ પસાર કરતી વખતે લાંબા વાળમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે શોધવાનો પ્રયાસ કરતી.
બીજી પેઢીની બ્રિટિશ ભારતીય મહિલાની આ વાર્તા દ્રઢતાની વાર્તા છે જે પોતાનું જીવન સકારાત્મકતા અને રમૂજ સાથે જીવે છે. જો તમે ક્યારેય એકલતા અનુભવી હોય, અલગ લાગ્યા હો, અથવા માત્ર ધ રાઇટ સૉર્ટ ઓફ ગર્લને જાણી ન હોય હોય, તો આ પુસ્તક તમારા માટે છે. તે હાર્ડબેક, ઇબુક અને ઓડિયો સ્વરૂપે પણ મળે છે.
પુસ્તક વિષે કેટલાક મંતવ્ય
‘હૂંફાળું, પ્રામાણિક અને રમુજી, આશા અને પ્રેરણાથી ભરપૂર … મોટા સપનાવાળા દરેક યુવાન માટે વાંચવા જેવું પુસ્તક’ : નિકેશ શુક્લા
‘હુંફાળું અને અદ્ભુત, અનિતાનું પુસ્તક શરૂઆતથી અંત સુધી આનંદ છે’ : એમ્મા કેનેડી
‘રમુજી, સ્પર્શી જાય તેવું ગમગીન પુસ્તક. અનિતાની વાર્તા વાંચવા જેવી છે. જો તે બરાબર “યોગ્ય પ્રકારની છોકરી” નથી, તો પછી કોણ છે? વિવ ગ્રોસ્કોપ
બ્રેડફર્ડમાં જન્મેલી અને ઉછેરેલી એવોર્ડ વિજેતા પ્રેઝન્ટર અનિતા રાની બ્રિટિશ ટીવી પર સૌથી વધુ ઓળખી શકાય તેવા ચહેરાઓમાંના એક છે. તેઓ દર અઠવાડિયે રેડિયો 4 પર આવતા બીબીસીની કન્ટ્રીફાઇલ હોસ્ટ વુમન્સ અવરના મુખ્ય પ્રેઝન્ટર અને બીબીસી રેડિયો 2 પર નિયમિતપણે કાર્યક્રમ પ્રસ્તુત કરે છે. અનિતા ચેનલ 4, ચેનલ 5, બીબીસી અને તાજેતરમાં નેટફ્લિક્સ સાથે તેના કામ માટે જાણીતી છે. અનિતાના પ્રોજેક્ટ્સ તેને સમગ્ર વિશ્વમાં લઈ ગયા છે, જેમાં રેફ્યુજીના સતત સમર્થન માટે જોર્ડન પણ ગયા છે અને બીબીસી ડોક્યુમેન્ટરી ‘માય ફેમિલી, પાર્ટીશન એન્ડ મીટ’ માટે ભારત પણ ગયા છે. અનિતા UNHCR માટે ગુડવિલ એમ્બેસેડર પણ છે.
- Publisher : Blink Publishing (8 July 2021)
- £16.99